Cover photo for Dakshaben Maheshkumar Patel's Obituary
Dakshaben Maheshkumar Patel Profile Photo
1968 Dakshaben Maheshkumar 2024

Dakshaben Maheshkumar Patel

February 2, 1968 — August 5, 2024

A Funeral Service will be Thursday, August 8, 2024 beginning at 2pm. 

We gather to honor and celebrate the life of Dakshaben Maheshbhai Patel, a cherished wife, mother, grandmother, and beloved family member. She was born on February 2nd, 1968, in Shampura to Lallubhai Heerabhai Patel and Vajyaben Lallubhai Patel. Dakshaben's life was a testament to hard work, love, and dedication.

She married Maheshbhai Keshavbhai Patel on April 21st, 1987, and together they worked tirelessly to build a future for their family. Dakshaben was a formidable partner in farming, tending to over 50 acres of vegetables and contributing to the family's success. Her efforts not only supported her family, but also provided for their education and well-being.

Dakshaben was known for her impeccable style and passion for fashion, always adorned in beautiful clothing and jewelry. Her culinary skills were exceptional, and she took immense pride in preparing delicious meals for her loved ones.

As the rock of her family, Dakshaben's love and care were boundless. She and Maheshbhai fulfilled their dream of building a home in Manekpore. Shortly after her husband’s passing during Covid in 2021, she moved to the USA to live with her son Naitik, where she continued to be a pillar of support despite her battle with cancer.

Her legacy is one of strength, resilience, and unwavering support. Dakshaben leaves behind her sons Rajan and Naitik, their spouses Karishma and Bhumi, and her beloved grandsons Pinank and Keshav.

We will remember Dakshaben Maheshbhai Patel for her immense contributions to her family, her vibrant spirit, and the enduring love she shared with all. Her memory will forever be cherished in our hearts.


જય શ્રી કૃષ્ણ

આજે આપણે સૌ અહીં દક્ષાબેનની છેલ્લી સફરને સુમધુર બનાવવા માટે ભેગા થયાં છીએ. આજે જ્યાં દક્ષાબેન બોલું છું ત્યાં મને અને તમને એક હસતો ચહેરો યાદ આવે છે અને એ ચિરકાળ સુધી આપણા માનસપટલ ઉપર છવાયેલો રહેશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. જેમણે જીવન આંખે આખું ઉજવ્યું હોય એમનું મૃત્યુ તો મહોત્સવ જ હોવાનું.

 દક્ષા નો જન્મ લલ્લુભાઈ અને વિજયાબેન ને ત્યાં શામપુરામાં 2/2/68 ના રોજ થયો. નવીનભાઈ અને નીરાબેન ની એ વ્હાલી બેન હતી. એમના લગ્ન માણેકપુર નિવાસી કેશવભાઈ અને શાન્તા બેનના દીકરા મહેશ સાથે થયા હતાં. ભગવાન ભોળાનાથે એમની પૂજાના ફળ સ્વરૂપે દેવ જેવા બે દીકરા રાજન અને નૈતિક આપ્યાં. ભગવાનની કૃપાથી એ બંને દીકરાઓને પણ ખૂબ સારી પત્નીઓ મળી. રાજન ની પત્ની ક્રિષ્ના જેનો પીનાક નામનો દીકરો છે અને બસ હવે ટૂંક સમયમાં એ બીજા બાળકને જન્મ આપવાની છે. નૈતિક ના લગ્ન ભૂમિ સાથે થયા અને કેશવ નામના બાળકને જન્મ આપ્યો. દુઃખ તો એ વાતનો છે કે આ બાળકો દાદા દાદી નો પ્રેમ પામી ન શક્યા.

 કોરોના કાળમાં મહેશભાઈના ગયા પછી ફક્ત પોતાના દીકરા અને પરિવાર માટે જીવન જીવતા દક્ષાબેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. પરણીને આ ઘરમાં આવ્યા ત્યારથી એક વહુ, પત્ની, માં ની સાથે સાથે મિત્ર પણ બનીને રહ્યા. પહેલેથી જ એમને વ્યવસ્થિત રહેવાનો ખૂબ શોખ. એક સ્ત્રીને શોભે એ રીતે જ તૈયાર થઈને એ ઘરની બહાર પગ મુકતા. વહેલી સવારે ઊઠીને કંઈ કેટલાય માણસોનો રસોડું કરીને ટિફિન લઈને મહેશભાઈ સાથે ખેતરમાં પહોંચી જતાં. ઘણીવાર એવું બન્યું હશે કે સૂરજનું પહેલું કિરણ એ બંનેએ એક સાથે ખેતરમાં જોયું હોય. એ બંને વચ્ચે જબરજસ્ત પ્રેમ - વિશ્વાસ અને એકબીજાને આંખના ઇશારે સમજવાની કળા. એનાથી બંને પોતાનું લગ્ન જીવન ઉજવી ગયા. બંને બાળકોને રાજન અને નૈતિકને ખૂબ ભણાવ્યા ગણાવ્યા. એમની સાથે પણ સતત મિત્રતા જાળવી‌ બંને બાળકો પોતાના જીવનની વાત હૃદય ખોલીને કરી શકે એવા સંબંધો એમણે બનાવ્યા હતા. એક મા તરીકે એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. અહીં એક વાક્ય કહેવાનું મન થાય કે "બધું જ મળી જાય છે આ જગતમાં માનવીને, પરંતુ મા-નવી નથી મળતી. લાખ કરો જતન પણ ગયેલી મા પાછી નથી મળતી." પોતાના બંને દીકરાઓને પરિવારને સાચા સંસ્કાર અને સંસ્કૃતિની કેળવણી આપી અને પરિવાર સાથે સમાજમાં પણ સ્વમાન ભેર જીવતા શીખવ્યું. ગામમાં પણ કોઈ પણ પ્રસંગ હોય હંમેશા હસતા હસતા મદદ કરવી એ એમનો ગુણ રહ્યો છે. 

દક્ષાબેન આગળ પણ બે કેન્સરને હરાવી ચૂક્યા છે. એક સાચા ફાઈટર હતા. હમણાં પણ જીવનના અંત સુધી પોતાના બાળકો અને પરિવાર માટે કેન્સર સામ લડતા રહ્યાં પણ કહેવાય છે ને કે ધાર્યું ધણીનું થાય એમ આ વખતે પણ ભગવાનની ઈચ્છા જ સાચી ફરી. હંમેશા પરિવારને જ મહત્વ આપનારા દક્ષાબેન મૃત્યુ સમયે પણ દીકરાને નજીક રાખ્યો. શંકર ભગવાનની ભગત હોવાને કારણે ડોક્ટરે એકદમ ઓછો સમય આપ્યો હોવા છતાં શ્રાવણ મહિનાના પહેલા દિવસની અને સોમવારની રાહ જોઈ. કેન્સર સામે લડતા લડતા એમણે આ અંત સમય પસાર કર્યો. પરંતુ ભક્તની જીદ આગળ ભગવાને નમવું પડે એવું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે એ જ રીતે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મહાદેવે પોતાના પ્રિય બાળકને એમના શરણમાં લીધું. દક્ષાબેન જ્યારે શિવલોકની સફર કરી રહ્યા છે ત્યારે આપણે સૌ આપણી પ્રાર્થના થકી એમને ગતિ કરવામાં મદદ કરીએ. ઓમ શાંતિ.


Service Schedule

Past Services

Encore Livestreaming with Social Media

Thursday, August 8, 2024

1:45 - 5:00 pm (Central time)

Get Directions

Enter your phone number above to have directions sent via text. Standard text messaging rates apply.

Guestbook

Visits: 1343

This site is protected by reCAPTCHA and the
Google Privacy Policy and Terms of Service apply.

Service map data © OpenStreetMap contributors

Send Flowers

Send Flowers

Send a Gift

Send a Gift